નવી દિલ્હી: દીપિકા પાદુકોણ (Deepika Padukone) મંગળવારે સાંજે જેએનયુ (JNU) પહોંચી અને કન્હૈયાકુમાર તથા અન્ય વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ. અહીં તેણે જેએનયુની અધ્યક્ષ આઈશી ઘોષ સાથે મુલાકાત કરી. તે સાંજે અચાનક જેએનયુ કેમ્પસના સાબરમતી ટી પોઈન્ટ પહોંચી. અહીં દીપિકા વિદ્યાર્થીઓના સમર્થનમાં લગભગ 10 મિનિટ સુધી હાજર રહી જો કે તેણે કોઈ નિવેદન આપ્યું નહીં. દીપિકાએ કન્હૈયાકુમાર અને જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ સાથે વાતચીત પણ કરી. આ દરમિયાન દીપિકાની સામે અમને જોઈએ આઝાદીના નારા પણ લાગ્યાં. દીપિકા ચૂપચાપ સમર્થન દર્શાવીને ત્યાંથી રવાના થઈ ગઈ.
દીપિકાના જેએનયુમાંથી નીકળ્યા બાદ #BoycottChhapaak ટ્રેન્ડ કરવા લાગ્યો. આ હેશટેગ સાથે લોકો ટ્વીટ કરવા લાગ્યાં કે તેણે દેશ તોડનારી તાકાતોનું સમર્થન કર્યું છે. તે પણ ઈચ્છે છે કે દેશના ટુકડાં થઈ જાય. લોકો તેની 10 જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ 'છપાક'નો બોયકોટ કરવાની માગણી કરવા લાગ્યાં.
VIDEO: દીપિકા પાદુકોણ પહોંચી JNU, પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનું કર્યું સમર્થન
એક યૂઝરે લખ્યું કે દીપિકા પોતાના લગ્નની વર્ષગાઠ પર તિરુપતિ પૂજા કરવા માટે ગઈ આજે તે કોની સાથે ઊભી છે જે ફ્રી કાશ્મીર, હિન્દુસ્તાનને તોડવાની વાતો કરે છે તેની સાથે. એક યૂઝરે #BoycottChhapaak હેશટેગ સાથે લખ્યું કે દીપિકા હકીકતમાં રાહુલ ગાંધીની ફેન છે અને તે પણ રાહુલ ગાંધીની જેમ ટુકડે ટુકડે ગેંગની રાજનીતિને સપોર્ટ કરે છે. તેમણે દીપિકાનો એક વીડિયો પણ શેર કર્યો કે જેમાં તે કહે છે કે એક દિવસ રાહુલ ગાંધી જરૂર વડાપ્રધાન બનશે.
Deepika Padukone has been a Rahul Gandhi fan 😂
No wonder she is seen supporting JNU over much saner voices.#boycottchhapaak #TukdeTukdeGang pic.twitter.com/FekhcxelnU
— Kamal Mallik (@kamal_mallik11) January 8, 2020
પોતાની અપકમિંગ ફિલ્મ છપાકના પ્રમોશન માટે હાલ દીપિકા દિલ્હી આવેલી છે. આ બધા વચ્ચે તેણે સાંજે લગભગ પોણા આઠ વાગે જેએનયુ પહોંચીને બધાને ચોંકાવી દીધા. જેએનયુમાં કાળા કપડાં પહેરીને દીપિકા પહોંચી હતી. 10-15 મિનિટ તે વિદ્યાર્થીઓ વચ્ચે રહી જો કે તે કઈ પણ કહેતા બચી હતી.
દીપિકાએ સોમવારે પહેલીવાર જેએનયુમાં થયેલા હુમલા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે આ જોઈને મને ગર્વ થાય છે કે આપણે આપણી વાત કરતા ડરતા નથી. આ જોઈને ખુશી થાય છે કે લોકો સામે આવી રહ્યાં છે અને કોઈ પણ ડર વગર પોતાનો અવાજ ઉઠાવી રહ્યાં છે. દીપિકાએ કહ્યું કે આ જરૂરી છે કે લોકો ચૂપ ન રહે અને ખુલીને પોતાના વિચારો રજુ કરે.
Dear all, Actress Deepika Padukone has supported to tukade tukade Gang at JNU need to show to power of commons so #boycottchhapaak
Requested to all pic.twitter.com/djS9p0rAku— Ashish Singh (@AshishS97798918) January 7, 2020
છપાકની વાત કરીએ તો આ ફિલ્મ મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશીત છે અને તે એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલ પર આધારિત છે. દીપિકા ફિલ્મમાં માલતી નામની એક યુવતીની ભૂમિકામાં જોવા મળશે. દીપિકા ઉપરાંત આ ફિલ્મમાં વિક્રાંત મેસી પણ છે અને છપાક 10 જાન્યુઆરી 2020ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે